દામનગરમાં સ્થાનિક પ્રચાર સેવાનું માધ્યમ ધરાવતી સંસ્થાઓ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દામનગર, ગાયત્રી મંદિર દામનગર અને ભૂરખીયા હનુમાનજી મંદિર ભૂરખીયાના સંયુક્ત ઉપક્રમે
તા. ૩૦-૦૯-૨૦૨૬, બુધવારના રોજ ૮૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે. કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના ડોક્ટરો સહિતની ટીમ દ્વારા દર્દીઓની આંખોની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. મોતિયાના ઓપરેશન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા આવનાર દર્દીઓએ આધાર પુરાવા સાથે સવારના ૮ વાગ્યે ગાયત્રી મંદિર, દામનગર ખાતે પહોંચી જવા આયોજકોએ જણાવ્યું છે. આંખોને લગતી તકલીફ ધરાવતા દર્દીઓને કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.