ધારી વન વિભાગ હેઠળ દલખાણીયા રેન્જના આર.એફ.ઓ. રાત્રી પેટ્રોલિંગમાં હતા, તે સમયે લાકડાં ભરેલો એક શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થયો હતો. વન વિભાગની ટીમે ટ્રકને રોકીને અંદર ભરેલા લાકડાં અને તેના પરિવહનની પરમિટ અંગે પૂછપરછ કરી હતી. પરંતુ, ટ્રક ડ્રાઇવર કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. બિનઅધિકૃત રીતે લાકડાંની હેરાફેરી થતી હોવાનું જણાતાં વન વિભાગે ટ્રક જપ્ત કર્યો છે અને વન સંબંધી કાયદાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.