અમરેલીમાં અકસ્માત થયેલ ન હોવા છતાં ગુન્હાહિત ઈરાદે એમ.એ.સી.ટી. કોર્ટમાં એસ.ટી. ડીવીઝન સામે ખોટો કલેઈમ કેસ દાખલ કરવા બદલ એડવોકેટ રામભાઈ ભીખાભાઈ કમાણી અને અરજદાર ચીમનભાઈ છગનભાઈ કાછડીયા સામે રાજકોટ ઝોન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૬૭, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધાયો હતો. તપાસ અધિકારી એમ.એ. ખોખરે કાવતરૂ રચી ખોટા દસ્તાવેજો અને રબ્બર સ્ટેમ્પ ઉભા કરવા બાબતે જીણવટપુર્વક તપાસ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું. કેસ ચાલવા દરમિયાન તમામ સરકારી સાહેદો અને પોલીસ અધિકારીઓની ઉલટતપાસ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષ પુરતા પ્રયત્નો છતાં આરોપીઓ સામેનો કેસ સાબિત કરી શક્યો ન હતો. આથી અમરેલીના ચીફ જયુડી. મેજી. એસ.આર. વકાલીયાએ બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં એડવોકેટ રામભાઈ કમાણી તરફે સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદી અને ચીમનભાઈ તરફે એડવોકેટ કે.બી. પંડયા રોકાયેલા હતા.