વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને ૨૫ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ, ધારીના માર્ગદર્શન હેઠળ ધારી-ખાંભા રોડ પર આવેલા કવચવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડીયાએ ખાસ ઉપસ્થિતિ આપી હતી અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ખીચા ગામના સરપંચ સહિતના આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ખીચા ગામની શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
































