અમરેલી જિલ્લામાં ચાર મહિલાઓ સહિત ૧૩ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂટિન ચેકિંગ દરમિયાન કુલ ૪૪ લિટર દેશી દારૂ જપ્ત કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૯ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી (નશાની) હાલતમાં ફરતા ઝડપાઈ ગયા હતા.