સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કન્વીનર અશ્વિનભાઈ બાલધીયાના માર્ગદર્શન હેઠળ શાળાના કર્મચારીઓ અને સ્ટાફે ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું. જેમાં ટીમ-૧ની ૧૦ બહેનો અને ટીમ-૨ના ૧૨ ભાઈઓએ સક્રિય યોગદાન આપ્યું હતું. અભિયાન દરમિયાન શાળા પરિસર, વર્ગખંડો, પ્રાર્થના મંડપ, રમતનું મેદાન, બગીચો તેમજ આસપાસના જાહેર વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી. એકત્રિત સૂકા અને ભીના કચરાનો પર્યાવરણમૈત્રી પધ્ધતિથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્વચ્છતા અને પર્યાવરણ જતન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.