વિશ્વની સરેરાશ આયુ પરિમાણ પર ભારત વિશ્વના અન્ય દેશો કરતા યુવા દેશ છે. ભારતમાં યુવાનોની સંખ્યા વિશ્વના અન્ય દેશોની સાપેક્ષે ખુબ વધારે છે. એટલે આવનારા સમયમાં વિશ્લેષકો અને આર્થિક આકલનો કરતી સંસ્થાઓ ભારતની પ્રગતિનો ગ્રાફ ઉંચો આંકી રહ્યા છે. એ સ્વાભાવિક છે યુવા અવસ્થામાં કોઈપણ પરિમાણ પર વ્યક્તિનું યોગદાન કોઈપણ ક્ષેત્રમાં બીજા વયજૂથની સાપેક્ષે વધુ હોય છે. લોહીનું ઉષ્ણતામાન વધુ હોય છે, મસ્તિસ્ક યોજનાઓ કે લક્ષ્યને લઈને સાફ હોય છે. લાગણીઓ ઉચ્ચતમ સ્તરે હોય છે. શાહબુદ્દીનભાઈ રાઠોડ કહે છે તેમ કોઈ જરા હસીને સામું જોઈ લે તો બીજાના છોકરા તેડીને રમાડવા લાગે, ઉંમરની એવી અવસ્થા છે. દુનિયાની વાહિયાત બાબતો હજુ દિલદિમાગમાં ભરાઈ નથી હોતી. એટલે જ કહેવાયું છે કે ઘટમાં ઘોડા થનગને…. આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ…. વિસ્તારવા માટે આખી દુનિયા પડેલી હોય છે અને દોડવા માટે શરીરમાં ઘોડા જેવી તાકાત હોય છે. મહાબલીને નમાવવાની શક્તિ અને પરિસ્થિતિને બદલી નાખવાના દ્રઢ મનોબળ હોય છે. તાજેતરમાં હિન્દુસ્તાને યુવાશક્તિનો અનુભવ કર્યો. પરીક્ષાના પેપરો લીક થયા, વારેવારે થયા. સરકાર દ્વારા કોઈ નક્કર સધિયારો મળતો ન લાગ્યો. અને સરકાર પણ આ મુદ્દે લાંબા સમય સુધી લગભગ બેભાન અવસ્થામાં રહી. વિદ્યાર્થી કોઈ જાતિ આધારિત રાજનીતિનો હિસ્સો ન હોય, કોઈ સંગઠિત વોટબેંક ન હોય, એટલે સરકાર થોડી લાપરવાહ રહી એમ કહેવું યોગ્ય ગણાશે. સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે એક ટીપ્પણી કરી અને ઈન્ટરનેટ પર વિદેશમાંથી એક સંગઠન ઉભું થયું, એ સંગઠનમાં જોતજોતામાં કરોડો સભ્ય સંખ્યા થઇ ગઈ. રાજકીય પુનરોધ્ધાર પામવા મથતા એક રાજકીય પક્ષે આ નેટ પરના સંગઠનને પીઠબળ આપ્યું અને એનો સ્થાપક, જે પુનરોધ્ધાર પામવા પ્રયત્નશીલ રાજકીય પક્ષનો જ ભૂતપૂર્વ સદસ્ય હતો, એ હિન્દુસ્તાન આવીને સરકાર હલાવી નાખવાના મનસૂબા સાથે દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યો, જંતરમંતર પર ધરણા પર બેઠો, પેલા રાજકીય પક્ષે સમર્થન આપ્યું અને ખુબ અરાજક દેખાવો થયા. એ અરાજક દેખાવો સામે સરકાર ઝુકી ગઈ અને કેન્દ્રીય પ્રધાનનું રાજીનામું પડ્‌યું. બાર વર્ષની સ્થિર સરકારે રાજીનામું આપવાના સ્તરે પહેલી વખત ઝૂકવું પડ્‌યું. સતત નિષ્ફળ રહેલા રાજકીય પક્ષોને ગલગલીયા થવા લાગ્યા. યુવાનોની તાકાતને રાજકીય પક્ષોએ ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો. વડાપ્રધાને ખુદ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર યુવાવર્ગને સંબોધિત કરવા આવવું પડ્‌યું. વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિદ્યાર્થીઓની આ તાકાતનો લાભ ઉઠાવી લેવા માટે હોડ લાગી ગઈ. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા છાત્રોકી ગુંજ નામનો કાર્યક્રમ દેશભરમાં કરવાનું શરુ કરવામાં આવ્યું, અને મેસેજ આપવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યું કે દેશભરના વિદ્યાર્થીઓમાં ભયંકર આક્રોશ છે. દેશના યુવાવર્ગમાં આક્રોશ છે, સરકાર સામે સખત નારાજગી છે એવો નેરેટીવ ઉભો કરવામાં આવ્યો. આજે જો ચૂંટણી થાય તો યુવાનો આ સરકારને ઉથલાવી નાખે એવો સંદેશ પ્રસારિત કરવામાં એક આખી સીસ્ટમ લાગી ગઈ. દરમિયાન દિલ્હી યુનીવર્સીટીમાં છાત્રસંઘની ચૂંટણીઓ યોજાઈ ગઈ. વિદ્યાર્થી આંદોલન બાદ આ પહેલી ચૂંટણી હતી જેના પર આખા દેશની નજર હતી. આંદોલન બાદ યુવાનોએ સરકાર સામે શું માનસિકતા બાંધી છે એ આ પરિણામો પરથી સ્પષ્ટ થવાનું હતું. વિરોધપક્ષના નેતા દ્વારા દેશભરમાં યોજાઈ રહેલા છાત્રો કી ગુંજ કાર્યક્રમને શું પ્રતિસાદ મળી રહ્યો છે એ પણ સ્પષ્ટ થઇ જવાનું હતું.
દિલ્હી યુનીવર્સીટી મીની ભારત કહેવાય છે. આ યુનીવર્સીટીમાં અભ્યાસ કરવા સમગ્ર દેશના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. ભાગ્યે જ દેશનું કોઈ એવું રાજ્ય હશે કે જ્યાંથી વિદ્યાર્થી અભ્યાસ કરવા દિલ્હી યુનીવર્સીટીમાં ન આવતા હોય. જે જગ્યાએ સરકાર સામે આંદોલન થયેલું એ જંતરમંતર નામની જગ્યા દિલ્હી યુનીવર્સીટીથી ખુબ ઓછા અંતરે આવેલી છે. એ છાત્રસંઘની ચુંટણીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અને આરએસસેસ સમર્થિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે મુખ્ય ચારમાંથી ત્રણ પદ પર વિજય મેળવ્યો. જે સરકાર સામે આક્રોશ હતો એ સરકાર સમર્થિત સંગઠનને જ યુવાનોએ વિજયી બનાવ્યું. એ તો બિલકુલ સ્વાભાવિક બાબત છે કે કોઈ પક્ષ સામે તમારો આક્રોશ હોય તો તમે તેને આવી આડકતરી રીતે પણ વોટ ન આપો. મુકાબલો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ સાથે હતો. એક પદ અપક્ષને ગયું જયારે એનએસયુઆઈની સંખ્યા શૂન્ય રહી. કોંગ્રેસના ખાતામાં વધુ એક પરાજય લખાઈ ગયો.
આ ચુંટણી ભલે એક યુનીવર્સીટી માત્રની હતી, મતદારોની સંખ્યા અને વયજૂથ ભલે ખુબ સીમિત હતા. પણ દેશના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ અહી એકઠું થયેલું હોય છે. આજે દેશ જે જૂથનો અવાજ સંભાળવા માંગે છે, એવું મનાઈ રહ્યું છે કે આવનારી દેશની ચૂંટણીઓની દિશા
આભાર – નિહારીકા રવિયા અને દશા આ જૂથ નક્કી કરશે, એ જૂથની ચૂંટણી હતી. આ પરિણામોથી દેશમાં સંદેશ એ જાય છે કે કોઈપણ રાજકીય પક્ષ આ વયજૂથના નાગરિકોને ભ્રમિત કરીને પોતાની રાજનીતિની દુકાન ચલાવી શકશે નહિ. આ એક એવો વર્ગ છે જેનો આઈઈક્યું દેશના નેતાઓ કરતા બેશક વધુ હોય છે. સમયની દ્રષ્ટીએ પણ આ પેઢી ઘણખરા સામંતી માનસિકતા ધરાવતા રાજનેતાઓ કરતા એડવાન્સ છે. જે તમારાથી વધુ વિવેકબુદ્ધિ ધરાવે છે, તેને ભ્રમમાં નાખીને કોઈ કામ કે સ્વાર્થ સેરવી લેવો આસન નથી હોતો. પરપોટાની જેમ
ઉભા થયેલા નેતાઓ અને તેની પાછળ ચાલ્યા આવતા તેમના રાજકીય સ્વર્થોને દૂરથી જોઈ લેવાની દ્રષ્ટિ આ વર્ગ પાસે છે એ આ પરિણામો પરથી દેખાઈ આવ્યું છે. જયારે મતદારને ભ્રમિત નથી કરી શકાતો ત્યારે
production@infiniumpharmachem.com