અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે કરાટે-સેલ્ફ ડિફેન્સ ઇન્ડોર હાલની સુવિધા ઊભી કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગજેરા કેમ્પસ ખાતે હેન્ડબોલ, શૂટિંગ, સ્વિમિંગ, એથ્લેટિક્સ અને જુડો જેવી જિલ્લા કક્ષાની સ્પોટ્ર્સ સ્કૂલ સાથે જોડાયેલી રમતો ઉપરાંત કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, સ્કેટિંગ, કુશ્તિ, કરાટે અને સેલ્ફ ડિફેન્સ સહિતની વિવિધ રમતોની નિયમિત તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રસંગે ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, “અગાઉ રમતો ઘણી વખત માત્ર ટીવી પર જ જોતા હતા, પરંતુ આજે અમરેલી જિલ્લામાં આ પ્રકારની ઉત્તમ રમતગમતની સુવિધાઓ ઊભી થઈ છે.” આ પ્રસંગે સંજયભાઈ રામાણી, સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખૂંટ, ટ્રસ્ટી ચતુરભાઈ કાલસરિયા, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી સહિત સંસ્થાના હોદ્દેદારો, રમતગમતના કોચ-ટ્રેનર્સ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







































