બગસરા પંથકમાં એક મહિનાથી વધુ સમયથી વરસાદ ન પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના અભાવે મોલાદ મુરજાવા લાગી છે, જ્યારે પાકમાં ઈયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતો પર વધુ આફત આવી છે. લાખો રૂપિયાનો ખર્ચ કરી ખેડૂતો પાક બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂત હર્ષદભાઈ બામટાએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ આપવાની માંગ કરી છે. બગસરા પંથકમાં મગફળીનું ૧૨૦૫૯ હેક્ટર, કપાસનું ૯૭૭૦ હેક્ટર અને સોયાબીનનું ૯૧૪૦ હેક્ટરમાં વાવેતર થયું છે. વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની દહેશત છે. મૂંઝાયાસર ડેમમાંથી કેનાલ વાટે પાણી આપવા તેમજ સૌની યોજના હેઠળ ડેમ ભરવાની પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે