ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રની શરૂઆત જ રાજકીય ગરમાવો સાથે થઈ છે. ગૃહની પરંપરા મુજબ સત્રના પ્રારંભે વંદે માતરમ્નું ગાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જતા વિવાદ સર્જાયો હતો. ઘટનાને લઈને સત્તાપક્ષના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. મંત્રી પ્રવિણ માળીએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે જા ખેડાવાલા ભૂલથી બેસી ગયા હોય તો તેમણે માફી માંગવી જાઈએ. સાથે જ તેમણે આ મામલે સ્પષ્ટતા કરવાની માગ કરી હતી કે તેઓ જાણી જાઈને બેઠા હતા કે ભૂલથી.મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે વંદે માતરમ દરમિયાન ધારાસભ્યનું બેસી જવું માતૃભૂમિ અને રાષ્ટÙગીતના અપમાન સમાન છે. તેમના જણાવ્યા મુજબ, આ અંગે ગૃહમાં રજૂઆત કરવામાં આવશે અને સંસદીય પ્રક્રિયા પ્રમાણે આગળની કાર્યવાહી થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે ભૂતકાળમાં વિધાનસભા ના ગૃહમાં આવી ઘટના બની હોવાનું જાવા મળ્યું નથી. તેથી સમગ્ર મામલે સ્પષ્ટતા જરૂરી છે.
ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. તેમણે કહ્યું કે વિધાનસભા લોકશાહીમાં આસ્થાનું પ્રતીક છે અને વંદે માતરમનું અપમાન ગુજરાતની જનતાના અપમાન સમાન છે. ભાજપના ધારાસભ્યો અધ્યક્ષને મળીને આ મુદ્દે રજૂઆત કરશે અને કોંગ્રેસે પણ આ સમગ્ર મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જાઈએ તેવી માગ કરવામાં આવી છે.
સત્ર દરમિયાન શોક પ્રસ્તાવ રજૂ થયા બાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહની કાર્યવાહી સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી. હવે ગૃહની કાર્યવાહી ૧૦ સપ્ટેમ્બરના બપોરે ૧૨ વાગ્યે ફરી શરૂ થશે.એ યાદ રહે કે વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કર્યા હતા. ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બીજી તરફ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો પણ ખેડૂતોના મુદ્દે આક્રમક જાવા મળ્યા હતા. તેઓ ઘાસના પૂડા તેમજ ખેતરમાં સુકાયેલા અને સડેલા પાક સાથે વિધાનસભા તરફ જવા નીકળ્યા હતા. જાકે પોલીસે તેમને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા હતા.
વિધાનસભા નું સત્ર શરૂ થાય તે પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ત્રણ દિવસીય સત્ર દરમિયાન સરકારી બિલોની સાથે પ્રજાના પ્રશ્નો પર પણ ચર્ચા થશે. તેમણે કહ્યું કે ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો ગૃહમાં રજૂ કરી શકે અને સરકાર તે પ્રશ્નોના જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સત્ર દરમિયાન વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક અને સારી ચર્ચા થાય તે માટે સરકાર તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.