પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે બગસરાના પ્રખ્યાત અને પ્રાચીન બગેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવનો અમરનાથ સ્વરૂપે આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. આ અનોખા શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્‌યા હતા. લોકઆસ્થા સાથે જોડાયેલા આ સ્વયંભૂ મહાદેવ મંદિરનું બગદાલમ ઋષિના તપ સાથે પૌરાણિક મહત્વ જોડાયેલું હોવાનું માનવામાં આવે છે.