આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ વડિયાની મુલાકાત લીધી હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે સરપંચ મનીષ ઢોલરિયાના નિવાસે બ્રહ્માકુમારીઝના દીદી દ્વારા તેમણે રાખડી બંધાવી હતી. ત્યારબાદ પટેલ વાડી ખાતે યોજાયેલી ચિંતન બેઠકમાં તેમણે ગામડે-ગામડે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






































