રાજુલા પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ધાતરવડી-૧ ડેમમાંથી આવતીકાલે સવારે ૧૦ઃ૩૦ કલાકે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જિગ્નેશભાઈ પટેલના પ્રયાસોથી ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. ડેમનું પાણી ખેતી માટે ઉપલબ્ધ થતાં ખેડૂતોના પાકને ફાયદો થવાની આશા છે. પાણીની ઉપલબ્ધતાથી ખેડૂતોની સિંચાઈ સંબંધિત ચિંતાઓમાં પણ ઘટાડો થશે. ખેડૂત હિતને પ્રાથમિકતા આપી લેવાયેલા આ નિર્ણયને સ્થાનિક ખેડૂતો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. આવતીકાલે સવારે ૧૦ઃ૩૦ કલાકે પાણી છોડવામાં આવનાર હોવાથી ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી પ્રસરી છે.









































