સાવરકુંડલા તાલુકાના વંડા ગામની પી.પી.એસ. હાઇસ્કૂલની વિદ્યાર્થિની મોનિકા ગોવિંદભાઈ મેવાડાએ મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં તેણે ‘ફરજ પાલન સહ દેશ સેવા’ વિષય પર અસરકારક રજૂઆત કરી હતી. વિજેતા મોનિકાને રૂ. ૧૦,૦૦૦નો રોકડ પુરસ્કાર અપાયો હતો. શિક્ષકોના માર્ગદર્શન બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.









































