લાઠીના ભાલવાવ ગામે ‘રસ્તાની ૨૦ ફૂટ જગ્યા કેમ ન છોડી?’ તેમ કહી ગાળો આપી, ધારિયું ઉગામીને જાનથી મારવાની ધમકી આપવાનો બનાવ બન્યો છે. આ અંગે દુદાભાઈ મેઘજીભાઈ સોલંકી (ઉં.વ. ૫૦)એ અરવિંદભાઈ ટાભજીભાઈ સોલંકી, રમેશભાઈ ટાભજીભાઈ સોલંકી તથા ટાભજીભાઈ મેઘજીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી તથા સાક્ષી પોતાની વાડીએ ટ્રેક્ટર વડે ખેતીકામ કરતા હતા. તે દરમિયાન આરોપી અરવિંદભાઈ ટાભજીભાઈ સોલંકી પોતાના હાથમાં ધારિયું લઈને આવ્યો હતો અને ‘રસ્તાની ૨૦ ફૂટ જગ્યા કેમ ન છોડી?’ તેમ કહી તેમને તથા સાક્ષીને જેમ ફાવે તેમ ભૂંડા બોલ બોલી ગાળો આપવા લાગ્યો હતો. ઉપરાંત, તેણે ધારિયાનો ઘા મારવા પ્રયાસ કરતા તેઓ બાજુમાં ખસી ગયા હતા, જેથી ધારિયું જમીન પર પડી ગયું હતું. ત્યારબાદ આરોપીઓએ તેમને ધક્કો મારી જમીન પર પછાડી દઈ શરીરે ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો. તમામ આરોપીઓએ તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. એ. ચારોલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.



































