સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના ખૂણે-ખૂણામાં વરસેલા મુસળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને અમદાવાદ જિલ્લામાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે.અમદાવાદ શહેરમાં ગઈકાલથી શરૂ થયેલા અવિરત વરસાદના કારણે સરેરાશ ૧૬ ઈંચ જેટલો આંકડાશા†ીય વરસાદ નોંધાયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબક્્યો છે. પૂર્વથી લઈને પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ૧૦ ઈંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને વિઝિબિલિટી ઘટવાને કારણે તેમજ પાણી ભરાવાને લીધે લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.
રાજ્યભરમાં મેઘરાજાએ સાંબેલાધારે બોલાવેલી બેટિંગના આંકડા ધ્રૂજાવી દે તેવા છે. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં ગઈકાલથી આજ સવાર સુધીમાં ૨૪ ઈંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબક્્યો છે, જેના કારણે ચારેય તરફ જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ છે. અમદાવાદના ધોળકા તાલુકામાં પણ મેઘરાજાએ કળ વળવા દીધી નથી અને ત્યાં ધોળકામાં ૧૯ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ ૨૫૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી ૨૨૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યના ૬ તાલુકાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે કુલ ૨૧ જેટલા તાલુકાઓમાં ૧૦ ઈંચ કરતાં પણ વધુ આકાશી પાણી વરસ્યું છે.
ભારે વરસાદના કારણે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના ચીખલીથી લઈને મધ્ય ગુજરાતના ધોળકા સુધી બધે જ પાણીનું સામ્રાજ્ય જાવા મળી રહ્યું છે. અત્યંત ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિના કારણે રાજ્યમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાના અહેવાલ પણ સામે આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.










































