દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં પૂર જેવી Âસ્થતિ સર્જાઈ છે. વલસાડના ઉમરગામમાં માત્ર ૨૮ કલાકમાં ૪૩ ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી છે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્ય સરકારને તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે.રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાંથી અત્યાર સુધીમાં ૨,૯૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.એનડીઆરએફ,એસડીઆરએફ કોસ્ટગાર્ડ અને એરફોર્સને પણ સ્ટેન્ડ-બાય મોડ પર રાખવામાં આવ્યા છે. કાવેરી નદીના પૂરમાં ફસાયેલા ૧૧ ગામોના ૨૦૦થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્્યૂ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં પંચાયત હસ્તકના ૩૦૦થી વધુ રસ્તાઓ બંધ છે, જ્યારે ૨૦૦થી વધુ એસટી બસ ટ્રીપ રદ કરવામાં આવી છે.સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને વલસાડ જિલ્લાના ઉમરગામમાં છેલ્લા ૨૮ કલાકમાં ૪૩ ઇંચથી વધુ રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. પરિÂસ્થતિની ગંભીરતાને જાતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને પ્રભારી સચિવોને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન રાજ્યમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદ અને સહયોગ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.








































