રાજુલા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોમન કેન્સર સ્ક્રીનીંગ અને અર્લી ડિટેક્શન વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તારના મેડિકલ ઓફિસર, સી.એચ.ઓ. કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડા. મિતેશ સોલંકી અને ડા. વિરાટ અગ્રાવતે રોલ પ્લેના માધ્યમથી કેન્સરના પ્રારંભિક લક્ષણો, સ્ક્રીનીંગની પધ્ધતિ અને દર્દીઓના કાઉન્સેલિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમનો હેતુ મોં, સ્તન અને ગર્ભાશયના કેન્સરનું વહેલા તબક્કે નિદાન કરી સારવારની શક્યતા વધારવાનો હતો. આગામી સમયમાં સ્થાનિક સ્તરે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજી લોકોમાં વધુ જાગૃતિ લાવવામાં આવશે.