બગસરા તાલુકા તેમજ શહેર યુવા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે બગસરાના સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા તેમજ અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુ સહિત બગસરા તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો તથા કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સેવાકીય અભિયાનમાં જોડાઈ રક્તદાતાઓએ રક્તદાન મહાદાનનો સંદેશ સાર્થક કર્યો હતા.