વડિયામાં સસલાના શિકારના વીડિયો મુદ્દે મહિલાને ગાળો આપવામાં આવી હતી. આ અંગે આશાબેન રવજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૫)એ રાજુભાઇ રાણસમીયા તથા લખુભાઇ ખારાપાટીયા સામે ફરિયાદ નોંધાવી હતી. રાજુભાઈ રાણસમીયાને જંગલ ખાતા વાળાએ સસલાના શિકાર બાબતે પકડ્યા હતા. જેન સોશિયલ મીડીયામાં વીડિયો આવતો હતો. જેમા સાહેદે કોમેન્ટ કરતા સારૂ નહીં લાગતા ગાળો આપી લોખંડના પાઇપ વડે માથાના ભાગે એક ઘા માર્યો હતો. ઉપરાંત એક ટાંકો આવ્યો હતો.તેમજ સાહેદને લાકડીનો એક ઘા વાંસાના ભાગે મારી મુંઢ ઇજા કરીને જેમફાવે તેમ ગાળો આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ એન ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.









































