અમરેલી શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સમાજના અગ્રણીઓએ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને પવિત્ર નાગનાથ મહાદેવનો ફોટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ક્ષત્રિય સમાજ વતી અમરેલી શહેરના કોઈ પણ એક મુખ્ય સર્કલને ‘દાનેવ ચોક’ નામ આપવા માટે લેખિત માંગણી કરવામાં આવી છે. આ સાથે જ તે સર્કલ પર પૂજ્ય દાન મહારાજનું ભવ્ય સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ મુકવા માટે પણ રજૂઆત કરાઈ છે.










































