અમરેલીના સનાતન સેવા મંડળ દ્વારા અગ્નિ અખાડાના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ (ચાપરડા)ના જન્મ દિને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવા ‘શ્રવણનું ઘર’ નામથી નિઃશુલ્ક/રાહત દરે ટીફીન સેવાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે માનવ મંદિર, સાવરકુંડલાના ભક્તિબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારના અસહાય અને જરૂરિયાતમંદ વૃધ્ધો તેમજ દર્દીઓ સુધી પૌષ્ટિક ભોજન પહોંચાડી શકાય તે માટેના અદભુત સેવા કેન્દ્રનું નિર્માણ થયું છે. આ કાર્યક્રમમાં વિસ્તારના અગ્રણીઓ અને સેવાભાવી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુકુંદભાઈ મહેતા, ભરતભાઈ મહેતા સહિતના હાજર રહ્યાં હતા.