અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ લીલીયા પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. બેંકમાંથી લોન લીધા બાદ નાણાં ન ચૂકવીને કાયદાથી ભાગતા ફરતા આરોપીઓને પકડવાની ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. સાળુંકેની સૂચનાથી સ્ટાફે સઘન કામગીરી હાથ ધરી હતી.
આ દરમિયાન લીલીયા કોર્ટના ફોજદારી કેસના કામના આરોપી મેહુલભાઈ વશરામભાઈ ત્રાડ (રહે. ભરવાડ શેરી, લીલીયા મોટા) ને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીએ બેંક લોન ભરી ન હોવાથી કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી હતી અને તે પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.ટાઉન બીટ ઇન્ચાર્જ ગૌતમભાઈ ખુમાણ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ઇટાળીયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માધડની ટીમે આરોપીને પકડી પાડી અદાલતના હુકમથી સીધો જ અમરેલી જિલ્લા જેલ હવાલે કરી દીધો છે.