સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જાડાયા છે. ભાજપ દ્વારા પક્ષ વિરોધી કામ બદલ કેસરીસિંહ સોલંકી સસ્પેન્ડ કરાયા હતા. જે બાદ તેઓ હાલ ભારે જનસમર્થકો સાથે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના હસ્તે પંજાનો ખેસ પહેરી કોંગ્રેસમાં જાડાયા છે અને કોંગ્રેસમાં જાડાતા જ તેઓએ ભાજપને આડે હાથ હેવાનું શરૂ કરી દીધું છે. ત્યારે હાલ આ સમાચાર સામે આવતા ભારે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.
વિગતે વાત કરીએ તો, કેસરીસિંહ સોલંકી ગુજરાતના ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ ૨૦૧૪ની પેટાચૂંટણી અને ત્યારબાદ ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી વિજેતા થયા હતા. જાકે, ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષ દ્વારા ટિકિટ ન મળતા તેમણે બળવો કર્યો હતો અને ત્યારબાદ તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ હાલ ગુજરાતમાં પાલિકા-કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકીય માહોલના ગરમાવા વચ્ચે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જાડાયા છે.
આજે અમદાવાદ ખાતે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભારે જનસમર્થકો સાથે કોંગ્રેસમાં જાડાયા છે. કોંગ્રેસના અમિત ચાવડાએ તેઓનું ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું છે. કોંગ્રેસમાં જાડાયા કેસરીસિંહ સોલંકીએ મીડિયા સમક્ષ પહેલું નિવેદન આપતા કહ્યું હતું કે, આજથી છ મહિના પહેલા અમૂલ ડેરી ચૂંટણીમાં હું જાહેર બોલતો હતો, જે બાદ હવે ભાજપ નેતાઓ ખુલ્લેઆમ કહ્યું કે, અમે પૈસા કમાયા. તાજેતરમાં અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલ ડિરેક્ટર ભાજપ નેતા વિપુલ પટેલે જાહેરમાં કહ્યું કે, “છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે.” તે મામલે કેસરીસિંહ સોલંકીએ નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ કહ્યું હતું કે, ભાજપ પોલીસ મદદથી લોકોમાં ડર ઉભો કરી હોવાના આરોપો કર્યા હતા.
વધુમાં, કેસરીસિંહ સોલંકીને કોંગ્રેસનો ખેસ પહેરાવતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપ લોકોને ચૂંટણી પ્રચારમાં જાકારો મળી રહ્યા છે. પોલીસ અધિકારી અને અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે વર્તન કરી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવારો સાથે ધાકધમકી આપી રહી છે. બુટલેગરની મદદ પોલીસ અને ભાજપ લઇ રહી છે. ભાજપ અને અધિકારીઓ લોકશાહી ખતમ કરવાની કોશિશ કરી રહી છે. અમે ચૂંટણી પંચને લેખિત જાણ કરી છતાં કોઈ કાર્યવાહી થઇ રહી છે. ત્યારે હવે બિલ્ડર, બુટલેગર અને પોલીસને આગામી સમયમાં બતાવી અમે દેશું! આમ કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જાડાતા જ નિવેદનબાજીથી રાજકારણ ગરમાયું છે, હવે આ નિર્ણયની આગામી ચૂંટણીમાં શું અસર જાવા મળશે એ જાવું રહ્યું!








































