અમરેલી જિલ્લામાં આજે ભારત રત્ન ડા. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઠેર-ઠેર ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લાના મુખ્ય મથક અમરેલી સહિત બગસરા, ધારી, સાવરકુંડલા, રાજુલા અને બાબરા જેવા વિવિધ શહેરોમાં આજે ભવ્ય શોભાયાત્રાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે “ડા. બાબાસાહેબ આંબેડકર અમર રહો”, “જય સંવિધાન” અને “જય ભીમ“ના ગગનભેદી નારાઓથી સમગ્ર શહેરો ગુંજી ઉઠશે. આ ઉજવણીમાં દલિત સમાજના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાઈને બાબા સાહેબના કાર્યોને યાદ કરશે. શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થાનો પર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે અને તેમના જીવનના સંઘર્ષો અને બંધારણીય મૂલ્યો વિશે વિશેષ વ્યાખ્યાનો પણ યોજાશે. સમગ્ર અમરેલી પંથક આજે સામાજિક સમરસતા અને ઉત્સાહના રંગે રંગાયેલું જોવા મળશે.