અમરેલીમાં ધારી રોડ પર આવેલી એક વાડીએથી ૩૦ ફૂટ કોપર વાયરની ચોરી થઈ હતી. બનાવ સંદર્ભે પ્રકાશભાઈ જશવંતભાઈ લહેરી (ઉ.વ.૪૭)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની ધારી રોડ પર શિવમ સીએનજી પેટ્રોલપંપથી આગળ આવેલી વાડીએ દારમાં મુકેલી સબમર્સિબલ મોટરની સાથેનો દારની બહાર રાખેલા આશરે ૩૦ ફૂટ કોપર વાયરની ચોરી થઈ હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બાબુભાઈ મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.








































