સમાજસેવક નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈએ તાજેતરમાં ધજડી ગામની પ્રાથમિક શાળાની ભાવસભર મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે તેમની પૂરી ટીમ પણ જોડાઈ હતી. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ગામના સરપંચ ભરતભાઈ ધડુક તથા યુવરાજભાઈ ખુમાણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકગણે મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ખજૂરભાઈએ બાળકો સાથે સમય વિતાવીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું








































