ચલાલા શહેરના અમરેલી રોડ પર આવેલી સર્વોદય સોસાયટીના યુવાનોએ ભવ્ય તોરણ સમાન દ્વારનું નિર્માણ કર્યું છે. આ નવનિર્મિત પ્રવેશદ્વારના લોકાર્પણ પ્રસંગે ધારી વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા તેમજ દાનબાપુની જગ્યાના લઘુમહંત મહાવિરબાપુ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.







































