ધારીના ધાધાનેસમાં માતાજીના મંદિરની દાન પેટીમાંથી છ હજારની ચોરી થઈ હતી.
રામજીભાઇ સગરામભાઇ રાતડીયા (ઉ.વ.૨૫) એ જાહેર કર્યા મુજબ, માતાજી આવડ માને ખુલ્લા ઓટા ઉપર સિંહાસન પર બેસાડ્યા હતા. જેની ફરતે કોઇ લોખંડની જાળી બનાવેલી નહોતી. આવડ માતાજીના ઓટલા ઉપર રહેલી સ્ટીલની દાનપેટીમા રહેલા અલગ અલગ દરની નોટો આશરે રૂ.૬૦૦૦ જેટલી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ ચોરી અંગે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો સામે ગૂનો નોંધી તપાસ શરૂ કરી છે.







































