ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે. વણારકાના માર્ગદર્શન હેઠળ પોલીસે બે અલગ-અલગ દરોડા પાડી સફળતા મેળવી છે. પ્રથમ કાર્યવાહીમાં મામલતદાર ઓફિસ રોડ પર પાર્ક કરેલી બસની આડમાં જુગાર રમતા મુકેશ કામળીયા, સંજય બાંભણિયા સહિત કુલ ૫ ઈસમોને રૂ. ૨૦,૫૪૦ની રોકડ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લેવાયા છે. બીજા દરોડામાં, ઘાટવડ ગામેથી સાજીદ ઉર્ફે મિઠુ અગવાન નામના શખસને રૂ. ૪૦,૬૫૦ની કિંમતના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.