લાઠી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનેવીએ બહેનને મારી નાંખવાની ધમકી આપી સાળી પર બળાત્કાર કર્યો હતો. બનેવીના શોષણથી ત્રાસી ગયેલી પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લાઠી પંથકમાં રહેતી પીડિતાએ લીલીયાના જાત્રુડા ગામના આઝાદભાઈ મીઠાભાઈ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેના સગા બનેવી થાય છે. આરોપીએ તેની મોટી બહેનને મારી નાખવાની ધમકી આપી તેની સાથે અવાર નવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.