બગસરા તાલુકાના માવજીંજવા ગામે હદપાર કરવામાં આવેલો એક શખ્સ નિયમોનું ઉલ્લંઘન કરી પ્રવેશતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માવજીંજવા ગામના રહેવાસી કુલદીપપરી જયસુખપરી ગોસાઇ (ઉ.વ. ૨૩, ધંધો હીરાકામ)ને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ બગસરાના હુકમ મુજબ પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવ્યો હતો, તે પોતાના ગામમાં જોવા મળ્યો હતો. ૧૧૨ હેલ્પલાઇનના ઇન્ચાર્જને બાતમી મળી હતી કે હદપાર કરેલ ઇસમ ગામમાં હાજર છે. બાતમીના આધારે તુરંત કાર્યવાહી કરી ૧૧૨ ની ટીમે આ શખ્સને ઝડપી લીધો હતો અને બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો. આરોપીને અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અને ગીર-સોમનાથ (શહેર તથા ગ્રામ્ય વિસ્તાર)માંથી હદપાર કરવામાં આવ્યો હતો.