શેરડી: શેરડીના પાકમાં પાંદડા પીળા પડવાનું કારણ વાયરસની સમસ્યા છે. આ વાયરસ મોલો (મેલાનોફિસ સેકચારી અને રોપાલોસિફમ માયડિસ) દ્વારા ફેલાય છે. વાયરસના કારણે પાંદડાની મધ્ય શીરા પીળી પડે છે, નવા પાંદડા સુકાઈ જવા લાગે છે, શેરડીનો વિકાસ ઓછો થાય છે, પાંદડા વિકૃત થવા લાગે છે, છોડ ગુચ્છા જેવો દેખાવા લાગે છે. વાયરસની આ સમસ્યાના નિવારણ માટે મોલોનું નિયંત્રણ કરવું જરૂરી છે, જેના માટે લીમડાનું તેલ અથવા કાર્બનિક પદાર્થોનો છંટકાવ કરવો. રાસાયણિક રીતે નિયંત્રણ કરવા માટે થાયોમેથોક્સમ ૭૫% જીય્ ૧૦૦ ગ્રામ અથવા કેપ્ટન ૭૦% + હેક્સાકોનાઝોલ ૫% ઉઁ ૪૦૦ ગ્રામ પ્રતિ એકર છંટકાવ કરો.
ચણાઃ સુકારોઃ
• ઓળખઃ જમીનજન્ય ફૂગથી થતો આ રોગ પાકની કોઈ પણ અવસ્થાએ જોવા મળે છે. ફૂગ છોડના મૂળમાં દાખલ થઈ રસવાહિનીઓ બંધ કરી દે છે. જેને કારણે અસરગ્રસ્ત છોડ ધીમે ધીમે સુકાઈ જાય છે.
• રોગ વ્યવસ્થાપનઃ ઉનાળે ઊંડી ખેડ કરવી. પાકની ફેરબદલી કરવી. રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું. બિયારણને વાવતા પહેલા ટેબ્યુકોનાઝોલ ૫.૪ એફ.એસ. ૦.૪ મિ.લિ. અથવા પ્રોક્લોરાઝ ૫.૭ + ટેબ્યુકોનાઝોલ ૧.૪ ઇ.એસ. ૦.૩ મિ.લિ. પ્રતિ એક કિલોગ્રામ બિયારણ મુજબ પટ આપી વાવેતર કરવું.
સ્ટંટઃ • ઓળખઃ વિષાણુજન્ય આ રોગ પાકની શરૂઆતની અવસ્થામાં આવે તો છોડ કદમાં નાના રહી જાય છે. ડાળીની બે આંતરગાંઠ વચ્ચેનું અંતર ઘટી જાય છે. પાછલી અવસ્થામાં રોગ લાગે તો પાન પીળા અથવા ભૂખરા અને તાંબા જેવા રંગના થઈ જાય છે. પાન અને થડ બરડ અને જાડા થઈ જાય છે. છોડના મૂળ કાળા પડી જાય છે.
• રોગ વ્યવસ્થાપનઃ રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું. રોગિષ્ટ છોડ ખેતરમાં દેખાય કે તરત જ ઉપાડી તેનો નાશ કરવો. આ રોગો મોલોમશી મારફત ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કિટનાશક જેવી કે, ડાયમીથોએટ ૩૦ ઈ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) મુજબનું દ્રાવણ બનાવી જરૂરત મુજબ છંટકાવ કરવો.
શાકભાજીઃ
• રીંગણના પાનની નીચેની બાજુએ ખૂબ નાના, કાળા/ભૂરા જેવી જીવાતો દેખાય અને પાન પર કાળા ટપકા દેખાય તો આ જીવાત થ્રીપ્સ જણાઈ રહી છે જેના કારણે પાન કઠણ થઈ જાય છે અને કોકડાઈ જાય છે અને તેનો વિકાસ અટકે છે. વધુ ઉપદ્રવમાં ફૂલ અને ફળ પર પણ અસર કરે છે.
તેના નિયંત્રણ માટે જૈવિક / ઓર્ગેનિક વિકલ્પ
નિમ તેલ (દ્ગીદ્બૅઙ્મ ૧૫૦૦- ૩૦૦૦ ppદ્બ) જ્ર ૩-૫ મિ.લિ./ લિટર
• અઝાદિરેક્ટિન ૦.૧૫% જ્ર ૩ મિ.લિ./લિટર
• પોટાશિયમ સોપ જ્ર ૫ મિ.લિ./ લિટર રાસાયણિક વિકલ્પ
સ્પિનોસાડ ૪૫ જીઝ્ર જ્ર ૦.૩ મિ.લિ./લિટર પાણી અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ ૫ જીય્ જ્ર ૦.૪ ગ્રામ/લિટર અથવા • ફિપ્રોનિલ ૫ જીઝ્ર જ્ર ૧ મિ.લિ./ લિટર અથવા થાયમેથોક્સામ ૨૫ ઉય્ જ્ર ૦.૨૫ ગ્રામ/લિટર ૭–૧૦ દિવસના અંતરે સ્પ્રે કરો, દવા ફેરફાર કરીને ઉપયોગ કરો.
તે ઉપરાંત ખૂબ નાઈટ્રોજન ખાતર ટાળવું, ખેતરમાં પીળા અને વાદળી સ્ટીકી ટ્રેપ (૧૦–૧૨/એકર) લગાવવા જેથી જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય.
• ઘીલોડીની ફુદીનાં નિયંત્રણ માટે શરૂઆતમાં ઈયળોને હાથથી વીણી નાશ કરવો તેમજ બેસિલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૧૫ ગ્રામ અથવા બ્લ્યુવેરીયા બેસીયાના નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળી મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. અથવા ઉપદ્રવ વધુ જણાય તો ફળની વીણી કર્યા બાદ કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયકલોરોવોસ ૭૬ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• રીંગણીની પાનકથીરીના નિયંત્રણ માટે ફેનાઝાકિવન ૧૦ મિ.લિ. અથવા ડાયફેન્થુરોન ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
લસણ-ડુંગળી:
• ડુંગળીમાં જાંબલી ધાબાનાં રોગના નિયંત્રણ માટે બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે) કરવા.
ડુંગળી: ડુંગળીમાં બાફીયો રોગ જેને Downy Mildew કહેવાય છે તે એક ફૂગજન્ય રોગ છે, જે ખાસ કરીને ભેજવાળા અને ઠંડા વાતાવરણમાં વધુ ફેલાય છે.
નિયંત્રણઃ
ભેજ વધારે ન રહે તે માટે પાણીની યોગ્ય નિકાસ થાય તેવી વ્યવસ્થા રાખવી.
• ઝાડી ઝાંખરા દૂર કરવા.
• પાક ફેરબદલી કરવી.
• રોગગ્રસ્ત છોડને ખેતરમાંથી દૂર કરી નાશ કરવો.
બીજને વાવણી પહેલાં મૅન્કોઝેબ જ્ર ૨.૫ ગ્રામ/કિગ્રા બીજથી ઉપચાર કરવો.
જૈવિક અને પ્રાકૃતિક ઉપચારઃ
• ટ્રાઈકોટોડર્મા હરઝાઇનમ(Trichoderma harzianum) @ ૫ કિગ્રા પ્રતિ હેક્ટર જમીનમાં વાવણી પહેલા આપવું.
• નિમ તેલ (Neem oll ૩%) અથવા નિમ આધારિત દવાઓનો છંટકાવ કરી શકાય.
બાગાયતી પાકોઃ
નાળીયેરી:
• નાળીયેરીમાં સંકર જાતો વિકસાવવામાં આવેલી છે. તેમાં ડીટી તેમજ તીડી હાઇબ્રીડ જાતો દરિયાઈ કાંઠાના વિસ્તાર માટે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં વાવેતર કરવું વધુ અનુકૂળ છે
આંબા:
• મધીયાના નિયંત્રણ માટે જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોય તો સાયપરમેથ્રીન ૧૦ ટકા ઈ.સી. ૪ મિ.લિ. અથવા ફેનવાલેટર ૨૦ ટકા ઈ.સી., ૫.૪ મિ.લિ., ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
લીંબુ: • ફેરસ અથવા ઝીંકની ઉણપ જણાય તો પુખ્ત ઝાડ દીઠ ૧૦૦-૧૨૫ ગ્રામ ફેરસ સલ્ફેટ અને ૫૦-૧૦૦ ગ્રામ ઝીંક સલ્ફેટ ૧૦ કિલો છાણીયા ખાતરમાં ભેળવી છોડ ફરતે આપવું.
દાડમઃ • પતંગીયા ઈયળના નિયંત્રણ માટેક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૩ મિ.લિ. અથવા કિવનાલફોસ ૨૦ મિ.લિ. અથવા ફ્લ્યુબેન્ડીયામાઇડ ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• થ્રીપ્સનાં નિયંત્રણ માટે લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીબોળીનું તેલ ૩૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા સ્યાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ એડી ૩ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
ખાસ કાળજી લેવી:
• ખેડૂત ભાઈઓ જેમણે ઉનાળુ પાકોનું વાવેતર કરવાનું હોય તેમણે ઉતાવળ કરીને વહેલા વાવેતર કરવું નહિ.
• ઉનાળુ પાકના વાવેતર સમયે અનુકૂળ વાતાવરણ હોય તો જ વાવેતર કરવું.
• જો ઠંડીમાં વાવેતર થશે તો ઉગવાનો પ્રશ્ન રહેશે
• જમીનને વારંવાર ઊંડી ખેડ કરાવી નહિ. શક્ય હોય તો જમીનને સૂર્ય તાપમાં તપવા દેવી.
• ઉનાળુ પાકના વાવેતર પહેલા તમારે બિયારણનાં ઉગાવાનો ટેસ્ટ તમારી જમીનમાં કરી લેવો. જેથી જો બિયારણ નબળું હોય તો બદલી શકે.









































