ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વેકરીયાનું દુઃખદ અવસાન થતાં તેમને ૧૭/૦૧/૨૦૨૬ના રોજ ધારીની પટેલ વાડી ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે કિસાન સંઘના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા, પૂર્વ જિલ્લા પ્રમુખ વસંતભાઇ ભંડેરી, મંત્રી કૌશિકભાઈ ગજેરા, વિમલભાઈ રૂપાપરા, બબાભાઈ વરૂ, વિનુભાઈ દુધાત, ભરતભાઈ રાદડિયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, ધારાસભ્ય જે.વી. કાકડીયા તથા ખોડાભાઈ ભુવા, ભાવનાબેન ગોંડલીયા અને તાલુકા-જિલ્લાના કાર્યકર્તા હાજર રહ્યા હતા.








































