પર્યાવરણનું જતન, હરિયાળું ગુજરાત અને આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ આપવાના ઉદ્દેશ સાથે ચાવંડ ખાતે ૧૦૦૧  વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્થાનિક સૂર્ય ઊર્જા પ્લાન્ટ ખાતે યોજાયો હતો. સમાજમાં વૃક્ષો પ્રત્યે  જાગૃતિ વધે અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ સાથે જોડાય તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો પ્રારંભ રાજ્યમંત્રી ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમજ દિનેશભાઈ ભુવાના હસ્તે કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ  વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વૃક્ષોનું સંવર્ધન સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. માત્ર  વૃક્ષો વાવવા પૂરતું જ નહીં પરંતુ તેનું જતન અને સંરક્ષણ પણ એટલું જ મહત્વનું છે. આ તકે લાઠી – બાબરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, ચાવંડ ગામના અગ્રણી જીતુભાઈ ડેર, કેતનભાઈ ડેર, જીતુભાઈ ભુવા, રમેશભાઈ ભુવા તેમજ લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન તરફથી કાંતિભાઈ વઘાસીયા,જતીનભાઈ સુખડીયા, ગોરધનભાઈ માંદલિયા,કેતનભાઈ ધોળકિયા,રાજેશભાઈ વિઠલાણી, હિતેશભાઈ સોલંકી,ઘનશ્યામભાઈ શિંગાળા, દિનેશભાઈ હીરપરા, જે.ડી.સાવલિયા,પ્રકાશભાઈ સેંજલીયા, મહેશભાઈ સોહાલીયરાજેશભાઈ ઝાલાવાડિયા,જતીનભાઈ કોટડીયા, વિજયભાઈ રાદડીયા, રાજુભાઈ પરીખ, રજનીકાંત ધોરાજીયા, ઘનશ્યામભાઈ હપાણી, દિવ્યેશભાઈ તળાવીયા, ઉમેશભાઈ કાનાણી તેમજ ઘનશ્યામભાઈ સોરઠીયા, ઉમેશભાઈ ભંડેરી, રાજુભાઈ ટીંબડીયા, ભરતભાઈ કાબરીયા, દુલાભાઈ દેસાઈ, ભોળાભાઈ વસોયા, અરજણભાઈ કોરાટ, ડી.સી.સાવલિયા તમજ વેપારી એસોસિઅશનના ચતુરભાઈ અકબરી, હરેશભાઈ સાદરાણી, યોગેશભાઇ ગણાત્રા, નિખીલભાઈ મહેતા તેમજ મજબુતસિંહ બસિયા, સંજયભાઈ રામાણી, હરીભાઈ કાબરીયા તેમજ શીતલ પરિવાર તરફથી હર્ષભાઈ પાડલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ આગેવાનોએ  વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.