ધારીમાં શાકભાજીના વેપારીના ઘરમાં ખાતર પડ્‌યું હતું, જેમાં સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા સહિત રૂ. ૧.૨૪ લાખની ચોરી થઈ હતી. બનાવ અંગે હાર્દિકભાઈ દિલીપભાઈ સોલંકી (ઉ.વ.૨૩) એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના રહેણાક મકાનનો નકુચો તોડી રૂમમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. ત્યાંથી તે સોનાનો દોરો, સોનાની બુટ્ટી, સોનાની વીંટીઓ અને રોકડા રૂ. ૨૧,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૨૪,૦૭૬ ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર. વી. રાઠોડ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.