ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાના અમલ હેઠળ એલસીબીએ વેરાવળ-કોડીનાર હાઇવે પર આજોઠા ઓવરબ્રિજ નજીક દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. કાર્યવાહીમાં કુલ રૂ.૭૪,૬૩૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.