લીલીયા મોટા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ દેથલીયાએ મામલતદારને પત્ર પાઠવી રજૂઆત કરી છે. લીલીયા તાલુકામાં HP ગેસ કનેક્શન ધરાવતા મૂળ ગ્રાહકોના અવસાન બાદ વારસદારોના નામે નામ ટ્રાન્સફર કરાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. વારંવાર એજન્સી અને કચેરીના ધક્કા ખાવા છતાં ગ્રાહકોને સ્પષ્ટ માર્ગદર્શન કે યોગ્ય સહકાર મળતો નથી, જેનાથી ગરીબ વારસદારો પરેશાન થાય છે. આ પ્રશ્નને આગામી તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ચર્ચામાં લઈ, ગેસ એજન્સીના સંચાલકોને જરૂરી સૂચના આપવા અને ઝડપી ટ્રાન્સફર કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.








































