અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખૂનની કોશિશના ગુનામાં ફરાર અને રૂ. ૧૦ હજારના ઇનામી આરોપી જયદેવ નજુભાઈ વાળાને મુંબઈથી ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે LCBની ટીમે કાર્યવાહી કરી હતી. આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. ઝડપી પાડ્યા બાદ તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.








































