વડિયામાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ દિવ્ય ધામ, બિલેશ્વર મહાદેવ મંદિર, સર્વાનંદ બાપુનો આશ્રમ અને કંથડનાથજીની મઢી જેવા ધાર્મિક સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ગુરુ પૂજન, દિવ્ય સત્સંગ, સંતવાણી અને ભોજન પ્રસાદનું સુંદર આયોજન થયું હતું. આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્‌યા હતા અને ગુરુદેવના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.