લીલીયા પોલીસે અલગ-અલગ બે જગ્યાએ દરોડા પાડીને કુલ ૯ જુગારીઓને રૂ. ૪૧,૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા.પ્રથમ દરોડામાં, લીલીયાની જુની ધામતશેરી વિસ્તારના પાળા પાસે જાહેરમાં જુગાર રમતાં કાળુભાઇ દેવશીભાઇ વાઘેલા, રમેશભાઇ ઉર્ફે ડુટ્ટો નાથાભાઇ ઝિઝુંવાડિયા તથા વિકુભાઇ કમાભાઇ વાઘેલા રોકડા રૂ. ૮૭૦ સાથે રંગેહાથ ઝડપાયા હતા.જ્યારે બીજા દરોડામાં, લીલીયાના મફત પ્લોટ સિવિલ પરા વિસ્તારમાંથી
મુસ્તાકભાઇ ઉર્ફે દિપલો દિલુભાઇ બેલીમ,દિલાવરભાઇ સીકંદરભાઇ પઠાણ, હાજીભાઇ અલીભાઇ બાંભણીયા, રજાકભાઇ કાળુભાઇ ચાવડા, સલામતભાઇ હસનભાઇ સુમરા તથા શાંતીભાઇ પરશોતમભાઇ બગડા જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે રેઇડ દરમિયાન આ શખ્સો પાસેથી કુલ રોકડા રૂ. ૪૧,૧૦૦ જપ્ત કર્યા હતા.