લીલીયા પોલીસે સાયબર ફ્રોડના નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના જોધપુર શહેરમાંથી ઝડપી પાડ્યો છે. પી.આઈ. એમ. ડી. સાળુંકેના નેતૃત્વમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ સાજીદ મહમ્મદ અયુબ ભાટી (ઉંમર ૨૦)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરીમાં પોલીસ સ્ટાફ તથા આઈટી એક્સપર્ટ સપનાબેન ધરાજીયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.



































