લીલીયા તાલુકા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્નકલાકારો તથા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગર ભાઈ-બહેનોના બાળકો માટે શૈક્ષણિક સહાય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડાં અર્પણ કર્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ હીરા ક્ષેત્રના શ્રમિક પરિવારો પરનો આર્થિક બોજ હળવો કરવાનો અને બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવીને ભણવા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ એસોસિએશનના જિલ્લા ઉપપ્રમુખ કાળુભાઈ લીમડિયા, તાલુકા પ્રમુખ ભૂપતભાઈ ધામત તેમજ કારોબારી સભ્યો અજય માલવિયા, ધનસુખભાઈ નારોલા, બાબુભાઈ વોરા, કાંતિભાઈ ડુંગરિયા, સુરેશભાઈ, વિજયભાઈ અગ્રાવત, સમીરભાઈ વીરપરા, દામજીભાઈ ધામત, મનીષભાઈ લીમડિયા, નરેશભાઈ પાચાણી અને હર્ષદભાઈ વોરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપીને આ શૈક્ષણિક પહેલને બિરદાવી હતી.








































