અમરેલી સ્થિત પરશુરામધામ ખાતે પરશુરામજીનો પાંચમો પાટોત્સવ આજે તા. ૩૧ને શુક્રવારના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન સવારે ૮ઃ૦૦ વાગ્યે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે ભાવિકો માટે અન્નકૂટ દર્શન અને મહાઆરતી યોજાશે.સાંજે ધાર્મિક વાતાવરણ વચ્ચે રાત્રે ૮ઃ૦૦ વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ વિશેષ આયોજન રાખેલ છે. પરશુરામધામ પરિવાર દ્વારા આ પાવન પ્રસંગે તમામ ભાવિક ભક્તજનોને પોતાના પરિવાર સાથે પધારીને ધાર્મિક ઉત્સવનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









































