પાકિસ્તાનના મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (એમકયુએમ) ના સ્થાપક અને નેતા અલ્તાફ હુસૈને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ કરી રહેલા કાશ્મીરીઓ પર કાર્યવાહી માટે પાકિસ્તાની સરકાર અને સુરક્ષા દળોની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે નિર્દોષ કાશ્મીરીઓના મૃત્યુ અને ઇજાઓ અત્યંત દુઃખદ છે, અને પાકિસ્તાની પોલીસ અને સુરક્ષા દળોએ તેમના હકોની માંગ કરી રહેલા નિઃશ† લોકો પર નિર્દયતાથી ગોળીબાર કર્યો છે. નોંધનીય છે કે અલ્તાફ હુસૈનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ પ્રખ્યાત કવિ અલ્લામા ઇકબાલ દ્વારા લખાયેલ “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા” ગીત ગાતા જાવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર આયોજિત એક કટોકટી બેઠકને સંબોધતા અલ્તાફ હુસૈને કહ્યું કે કાશ્મીરીઓ ઘણા દિવસોથી તેમના મૂળભૂત અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ તેમની માંગણીઓ સ્વીકારવાને બદલે, પાકિસ્તાન સરકાર તેમના પર બળનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું, “કાશ્મીરીઓનું લોહી નિર્દયતાથી વહેવડાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને કાશ્મીરીઓ પર અત્યાચારની બધી હદો વટાવી દીધી છે. અત્યાર સુધીમાં સેંકડો કાશ્મીરીઓ માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.”પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા તેમના જીવને જાખમ અને દમનને કારણે અલ્તાફ હુસૈન ૧૯૯૨ માં દેશ છોડીને લંડન ભાગી ગયા હતા અને ત્યારથી ત્યાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યા છે.
અલ્તાફ હુસૈને કહ્યું કે રાવલકોટ, મીરપુર અને અન્ય વિસ્તારોમાં સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ દ્વારા બોલાવવામાં આવેલા પ્રદર્શનો દરમિયાન, પોલીસ અને સુરક્ષા દળોએ નિઃશ† પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો. તેમના મતે, ઘણા શહેરોની શેરીઓમાં મૃતદેહો અને ઘાયલ લોકોને છોડી દેવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે સુરક્ષા દળોએ ઘણા મૃતદેહો અને ઘાયલ લોકોને લઈ ગયા. વધુમાં, હોÂસ્પટલો પણ કબજે કરવામાં આવી હતી, અને ઘાયલોને સારવાર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. અલ્તાફ હુસૈને કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પર બેઠેલા નિઃશ† કાશ્મીરીઓ અંધાધૂંધ ગોળીબારથી “લોહીમાં લથપથ” થયા.
અલ્તાફ હુસૈને પાકિસ્તાનના શાસકો અને સરકારી સંસ્થાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે છેલ્લા ૭૯ વર્ષથી કાશ્મીરના નામે દુનિયાભરમાંથી અબજા ડોલર એકઠા કરવામાં આવ્યા છે. “કાશ્મીર બનશે પાકિસ્તાન” ના નારાથી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, પરંતુ આજે, જ્યારે કાશ્મીરીઓ પોતાના અધિકારોની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમને ગોળીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે પૂછ્યું, “શું કાશ્મીરીઓનું લોહી વહેવડાવીને પાકિસ્તાનને એક રાખી શકાય? શું આ રીતે કાશ્મીરીઓનો અવાજ દબાવી શકાય?”અલ્તાફ હુસૈને આરોપ લગાવ્યો કે પાકિસ્તાન સરકારે ઇલેક્ટ્રોનિક મીડિયાને કાશ્મીરમાં બની રહેલી ઘટનાઓનું રિપો‹ટગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી ત્યાંની પરિસ્થીતિ વિશ્વ સુધી ન પહોંચે. તેમણે કહ્યું, “આંતરરાષ્ટÙીય મીડિયા અને સોશિયલ મીડિયા પર દેખાતા વીડિયો અને તસવીરો જાઈને મારું હૃદય તૂટી ગયું. ભગવાનની ખાતર, નિર્દોષ કાશ્મીરીઓનું લોહી વહેવડાવવાનું બંધ કરો. ત્યાં થઈ રહેલા અત્યાચારો બંધ કરો અને કાશ્મીરીઓને તેમના અધિકારો આપો.” અલ્તાફ હુસૈને ગોળીબારમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે આ દુઃખની ઘડીમાં સ્ઊસ્ તેમની સાથે ઉભું છે.એ નોંધવું જાઈએ કે જેએએસી એ સરકારને ૨૭ જુલાઈના રોજ બપોરે ૧ વાગ્યા સુધીમાં તેની માંગણીઓ પૂર્ણ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. સંગઠને ચેતવણી આપી હતી કે જા સત્તાવાર આદેશ જારી કરવામાં નહીં આવે તો હજારો લોકો રાવલકોટથી મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરશે.









































