રાજુલા શહેરમાં શાળા નંબર-૪ની બાજુમાં રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપાની મૂર્તિ પધરાવવામાં આવી હતી. છેલ્લા ૨૭ વર્ષથી અહીં ગણપતિ મહોત્સવ ઉજવાય છે. દસ દિવસ સુધી ભક્તો દ્વારા પૂજા, મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યમવર્ગીય સોસાયટીના ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે ગણપતિ મૂર્તિનું શંખેશ્વર દરિયામાં વિસર્જન કરવામાં આવશે.







































