ધોરાજી તાલુકાના ફરેણી ગામે સરકારી જમીન પર થયેલા દબાણને મામલતદાર હિતેન્દ્રકુમાર બારોટે દૂર કરાવ્યું હતું. મામલતદારના જણાવ્યા મુજબ, અજાણ્યા શખ્સો દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. આ અંગેની તપાસ દરમિયાન નોટરી કરાર મળ્યો હતો, પરંતુ તેમાં સર્વે નંબર કે સરકારી અથવા ગૌચર જમીન અંગે કોઈ ઉલ્લેખ ન હોવાથી પક્ષકાર સામે કાર્યવાહી થઈ શકી ન હતી. અગાઉ નાયબ મામલતદાર દ્વારા સરકાર પક્ષે કેસ દાખલ કરાયો હતો. કલેક્ટરની સૂચના અને નિયમો મુજબ ૮ હજાર ચોરસ મીટર, અંદાજે રૂ.૫૦ લાખથી વધુ કિંમતની જમીન પરથી ફેન્સિંગ હટાવી સોયાબીનનો પાક પણ દૂર કરી સરકારી કબજો મેળવાયો હતો.








































