બગસરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત’ કાર્યક્રમ યોજાયો હતો. બી.આર.સી. ભવન ખાતે બાળકોની સર્જનાત્મકતા અને વિચારોને નવી દિશા આપવા માટે ચિત્ર સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહીડા, જિલ્લા પંચાયત આરોગ્ય પ્રતિનિધિ ચેરમેન પ્રદીપભાઈ ભાખર, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભેસાણિયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી સહિત ધીરુભાઈ કોટડીયા, અનિલભાઈ વેકરિયા, કાંતિભાઈ વેકરિયા, ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.