કોડિનારના ફાચરિયા ગામ ખાતે પ્રાથમિક શાળાના પરિસરમાં શિક્ષણ મંત્રી ડા. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં નાગરિકોને ઘરઆંગણે જ વિવિધ સેવા આપવાના અભિગમ સાથે ગ્રામ્ય સેવાસેતુ ૨.૧ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ડા. વાજાએ જણાવ્યું હતું કે, આ બન્ને મહાનુભાવોએ અંત્યોદયની ચિંતા કરી હતી. અંત્યોદય એટલે કે છેવાડાના માણસની સેવાનો વિચાર કરી આ મહાનુભાવોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યુ હતું. તેમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. આ જ વિચાર લક્ષમાં લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ છેવાડાના માણસની ચિંતા કરી છે. મુખ્યમંત્રી તરીકે તેમના ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકેના તેમના ૧૨ વર્ષ એટલે કે સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મંત્રીએ તમામ સંબંધિત ગ્રામજનોને આ સેવાસેતુ કેમ્પનો લાભ લેવા અને વિવિધ યોજનાઓનો લાભ લઈ અન્યને પણ પ્રોત્સાહન કરવા અનુરોધ કર્યો હતો. વિવિધ વિભાગના સ્ટાલની મુલાકાત લઈ બાળકને મળતી પોષણ વાનગીઓ, અભ્યાસ સાથે ઈત્તર પ્રવૃત્તિઓ, બાળકોના રસીકરણ, ગ્રામ્ય આંગણવાડી કેન્દ્રોની વ્યવસ્થાઓની જાણકારી મેળવી હતી.







































