કંપનીના વેરિફિકેશન માટે એક વ્યકિત પાસેથી રૂ.૫,૦૦૦ની લાંચ લેતા રાજકોટ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, વર્ગ-૨,સીજીએસટીમાં ફરજ બજાવતા ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવની એસીબીએ ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ ફરિયાદીએ તેમના ભાગીદાર સાથે બીગપોર્ટ એક્સપોર્ટ ઈમ્પોર્ટ નામની કંપની ખોલી હતી. જે કંપનીના વેરિફિકેશન માટે આરોપી ધર્મેન્દ્ર યાદવ કંપનીના સરનામા પર ગયો હતો.. જે અંગે ફાઇનલ રિપોર્ટ આપવા માટે યાદવે ફરિયાદી પાસે રૂપિયા ૫,૦૦૦ ની માંગણી કરી હતી. આ રકમ આરોપીને તા.૦૯.૦૨.૨૦૨૬ના રોજ આપવાનું કહ્યું હતું.પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તમણે રાજકોટ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેમાં થાણાથી પશ્ચિમ દિશાએ કિલોમીટર ૨ દૂર, રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે લાંચનું છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપી ધર્મેન્દ્ર યાદવે ફરીયાદી પાસેથી લાંચ ની રકમ રૂ.૫,૦૦૦ લાંચના છટકા દરમ્યાન સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા હતો.








































